પીએમ કિસાન યોજનામાં 6,000 રૂપિયા વાર્ષિક લાભ માટે ઘરે બેસીને નોંધણી કરો, જુઓ અહીં કેવી રીતે?

How to pm kisan yojana 2024 registration IN GUJARAT:6,000 રૂપિયાના વાર્ષિક લાભ માટે ઘરે બેસીને નોંધણી કરો, જુઓ અહીં કેવી રીતે? પીએમ કિસાન યોજના 2024 રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું જો તમે પણ પીએમ કિસાન યોજનામાં 6,000 નો લાભ લેવા માગતા હોય તો ઘરે બેસી અને નોધણી કરી શકો છો

પીએમ કિસાન યોજના વડાપ્રધાન મોદી દ્વારા 24 ફેબ્રુઆરીના રોજ શરૂ કરવામાં આવી હતી આ યોજનાનો મુખ્ય હેતુ છે કે ખેડૂતોને સરળ રીતે દર ચાર મહિને તેમના ખાતામાં 2000 રૂપિયા નાખવામાં આવશે જેનાથી ખેડૂતોને લાભ મળી રહે અને તેમને ખેતી કરવામાં

પીએમ કિસાન યોજના 2024 લાભ 

પીએમ કિસાન યોજના 2024 નોંધણી પીએમ કિસાન યોજના સરકાર દ્વારા ખેડૂતોને નોંધપાત્ર સહાય મળી રહે તે માટે તેમની આવક બમણી કરવાના હેતુથી આ યોજનામાં તમે રજીસ્ટ્રેશન નોંધણી કરી શકો છો અને દર ચાર મહિને ₹2,000 તમારા ખાતામાં તમે મેળવી શકો છો આ યોજના વાર્ષિક 6000 રૂપિયા આપવામાં આવશે પીએમ કિસાન યોજનાનો 16 મો હપ્તો ખેડૂતોના બેંક ખાતામાં જમા થઈ ગયો છે 17 મો હપ્તો મળવાની તૈયારી છે

પીએમ કિસાન યોજના માં કોણ અરજી કરી શકે

કિસાન યોજના નોંધણી કરવા માટે તમારે સૌ પ્રથમ ખેતી કરવા માટે જમીન હોવી જોઈએ તમે જે જમીન છે તેમને માલિક હોવા જોઈએ અને તમારા જમીન પર ઉતારા તમારું નામ હોવું જોઈએ આધાર કાર્ડ સાતબાર ઉતારા 7 12 8અ ઉતારા જમીન તમારા નામે છે તે પ્રૂફ સાથે તમે પાત્ર બની શકો છો

પ્રધાનમંત્રી કિસાન યોજના 2024 માટે પાત્રતા કોણ અરજી કરી શકે છે? Eligibility for Pradhan Mantri Kisan Yojana 2024 Who can apply?

  • ખેડૂતો: જેઓ તેમના નામે ખેતીની જમીન ધરાવે છે અને સરકારી રેકોર્ડમાં ખેડૂતો અથવા જમીન માલિક તરીકે નોંધાયેલ છે.
  • જમીનદાર: જેઓ ખેતી કરતા ભાડૂતોને જમીન ભાડે આપે છે.
  • પાત્રતા માટે કોઈ જાતિ કે લિંગ આધારિત મર્યાદા નથી. કોઈપણ ભારતીય નાગરિક જે કૃષિ સાથે સંકળાયેલો છે તે યોજનાનો લાભ લેવા માટે અરજી કરી શકે છે.

પ્રધાનમંત્રી કિસાન યોજના માં અરજી કરવા માટે કયા ડોક્યુમેન્ટ ની જરૂર પડે

  • સાતબાર ઉતારા
  • આધાર કાર્ડ
  • પાસપોર્ટ સાઇઝનો ફોટો
  • બેંક ખાતાની વિગતો

પ્રધાનમંત્રી કિસાન યોજના 2024 માટે કેવી રીતે નોંધણી કરવી? PM Kisan Yojana 2024 Registration

1. PM કિસાન સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો:

પ્રક્રિયા શરૂ કરવા માટે, https://pmkisan.gov.in/ ની મુલાકાત લો.

2. “નવી ખેડૂત નોંધણી” પસંદ કરો:

હોમપેજ પર જમણા ખૂણામાં, “નવી ખેડૂત નોંધણી” વિભાગ શોધો અને તે પસંદ કરો.

3. જરૂરી વિગતો સાથેનું ફોર્મ ભરો:

નવું પૃષ્ઠ ખુલશે જ્યાં તમારે તમારો આધાર નંબર, મોબાઈલ નંબર, રાજ્ય અને કેપ્ચા કોડ દાખલ કરવાનો રહેશે.
“OTP મોકલો” પર ક્લિક કરો અને તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર OTP મેળવો.
OTP દાખલ કરો અને ચકાસો.

4. વ્યક્તિગત અને જમીન સંબંધિત માહિતી પ્રદાન કરો:

તમારા નામ, પિતાનું નામ, લિંગ, જન્મ તારીખ, સંપર્ક સરનામું, બેંક ખાતાની વિગતો, અને ખેતીવાડી જમીન સંબંધિત માહિતી જેમ કે ખેતરાનું ક્ષેત્રફળ, ખતૌની નંબર વગેરે દાખલ કરો.

5. જરૂરી દસ્તાવેજો અપલોડ કરો:

આધાર કાર્ડ, બેંક પાસબુક, જમીનના દસ્તાવેજો જેવી સ્કેન કરેલી નકલો અપલોડ કરો.

 

Leave a comment