E Kalyan Scholarship Scheme : સરકાર આ સ્કીમના માધ્યમથી આપશે 90,000 રૂપિયા સુધીની સ્કોલરશીપ, આ રીતે ઘરે બેઠા કરો અરજી

E Kalyan Scholarship Scheme :કેન્દ્ર સરકાર દ્વારા વિદ્યાર્થીઓને આર્થિક લાભ તેમજ નાણાકીય સહાયતા આપવા માટે ઘણા પ્રકારની યોજનાઓ શરૂ કરવામાં આવતી હોય છે તેમાંની એક યોજના છે ઈ કલ્યાણ શિષ્યવૃત્તિ યોજના  જેના માધ્યમથી સરકાર દ્વારા 19,000 થી 90,000 રૂપિયા સુધીની વિદ્યાર્થીઓને નાણાકીય સહાયતા આપવામાં આવે છે તમામ વિદ્યાર્થી આ યોજનામાં અરજી કરીને નાણાકીય સહાય મેળવી શકે છે પરંતુ આ યોજનામાં અરજી કરતાં પહેલાં E Kalyan Scholarship Scheme વિશે મહત્વની માહિતી હોવી ખૂબ જ જરૂરી છે જેમકે અરજી કરવાની પ્રક્રિયા મહત્વના દસ્તાવેજ યોજનાનો હેતુ અને યોજના માટે લાયકાત આ તમામ માહિતી તમને આ આર્ટિકલમાં મળી જશે જેને અંત સુધી જરૂર વાંચજો ,

જાણો ઈ કલ્યાણ શિષ્યવૃત્તિ યોજનાવિશે વધુ માહિતી : E Kalyan Scholarship Scheme

ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ ઈ કલ્યાણ શિષ્યવૃત્તિ યોજના દ્વારા ઘણા બધા વિદ્યાર્થીઓને આર્થિક લાભ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે સરકારનું આ પહેલ તમામ આર્થિક રૂપથી નબળા પરિવારના બાળકોને ઉજ્વળ ભવિષ્ય માટે શ્રેષ્ઠ વિકલ્પ છે આ સિવાય વધુમાં જણાવીએ તો વિદ્યાર્થીઓના શિક્ષણને મજબૂત કરવા માટે આ પહેલ વિદ્યાર્થીઓના ભવિષ્યને સાકાર બનાવશે.

આ યોજના માધ્યમથી ઈ કલ્યાણ શિષ્યવૃત્તિ યોજના હેઠળ વિદ્યાર્થીઓને ૧૯ હજારથી લઈને 90,000 રૂપિયા સુધીની નાણાકીય સહાયતા પૂરી પાડવામાં આવે છે જેથી ચાલુ અભ્યાસક્રમમાં વિદ્યાર્થીઓના અભ્યાસ અને શૈક્ષણિક ક્ષેત્રમાં કોઈ પણ પ્રકારની, રૂકાવટ ના આવે 

જે પણ વિદ્યાર્થી આ યોજનાનો લાભ ઉઠાવ માંગે છે તેઓને અરજી કરવી ખૂબ જ જરૂરી છે નીચે મેં તમને આ યોજના માટે તમામ વિગતો આપેલ છે જેને ધ્યાનથી વાંચવી ત્યારબાદ સ્ટેપ બાય સ્ટેપ અરજી પ્રક્રિયાને ફોલો કરીને ઘરે બેઠા અરજી કરી શકો છો અને આ E Kalyan Scholarship Schemeનો લાભ ઉઠાવી શકો છો 

જાણો કોને મળશે આ યોજનાનો લાભ: E Kalyan Scholarship Scheme

  1. આ યોજનાનું લાભ ઉઠાવવા માટે અમુક પાત્રતા અને માપદંડ નક્કી કરવામાં આવ્યા છે ઉમ્ર મર્યાદા ની વાત કરીએ તો આ શિષ્યવૃત્તિ મેળવવા માંગતા વિદ્યાર્થીઓના પરિવારની આવક 2.5 લાખ રૂપિયાથી વધુ ન હોવું જોઈએ આવક વર્ષની આવક ગણવામાં આવે છે 
  2. આર્થિક રૂપથી નબળા તમામ વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળે છે આ સિવાય અરજદારો ગુજરાતના રહેવાસી હોવા જોઈએ અનુસૂચિત જાતિ, અનુસૂતી જનજાતિ અથવા ઓબીસી કેટેગરીના તમામ વિદ્યાર્થીઓ આ શિષ્યવૃત્તિનો લાભ ઉઠાવી શકે છે
  3. આ સિવાય લાભાર્થી ના શૈક્ષણિક લાયકાત ની વાત કરીએ તો વિદ્યાર્થીએ ડિપ્લોમા કોર્સ અથવા માન્ય યુનિવર્સિટીમાંથી કોઈપણ અંડર ગેજિવેટર પ્રોગ્રામ અથવા અભ્યાસ પૂર્ણ કરેલ તમામ વિદ્યાર્થીઓ આ યોજનાનો લાભ ઉઠાવી શકશે અને શિષ્યવૃત્તિ યોજના હેઠળ નાણાકીય સહાયતા મેળવી શકે છે

આ સિવાય વધુમાં જણાવ્યું તો નીચે આ યોજના માટે અરજી કરવાની સંપૂર્ણ પ્રક્રિયા બતાવવામાં આવી છે જેને ધ્યાનથી વાંચીને સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરી આ યોજનામાં અરજી કરીને શિષ્યો વતી પ્રાપ્ત કરી શકો છો. 

આ રીતે ઈ-કલ્યાણ સ્કોલરશીપ યોજનામાં અરજી કરો જાણો પૂરી પ્રક્રિયા 

  • E Kalyan Scholarship Scheme માં અરજી કરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે સૌથી પહેલા તમારે ઓફિસિયલ વેબસાઈટ પર જવાનું રહેશે ઓફિસિયલ વેબસાઈટ https://esamajkalyan.gujarat.gov.in/ પર હોમ પેજ પર તમને સ્કોલરશીપનું વિકલ્પ જોવા મળશે
  • તેના પર ક્લિક કર્યા બાદ તમારી સામે નવી એપ્લિકેશન બટન પર ક્લિક કર્યા બાદ તમારી સામે ગુજરાતી કલ્યાણ શિષ્યવૃતિ યોજના 2024નું વિકલ્પ જોવા મળશે 
  • તેના પર ક્લિક કર્યા બાદ તમારી સામે અરજી ફોર્મ ખુલી જશે જેમાં આપેલી તમામ વિગતોને ધ્યાનથી દાખલ કરી મહત્વપૂર્ણ દસ્તાવેજ શૈક્ષણિક લાયકાત આવકનું પ્રમાણપત્ર જાતિનું પ્રમાણપત્ર વગેરે જેવા મહત્વના ડોક્યુમેન્ટ અપલોડ કરી સબમીટ બટન પર ક્લિક કરવાનું રહેશે આ રીતે સરળ પ્રક્રિયામાં તમે ઘરે બેઠા 

આ યોજનામાં અરજી કરી શકો છો અને સ્કોલરશીપ નો લાભ ઉઠાવી શકો છો સરકાર દ્વારા 19,000 થી લઈને 90,000 રૂપિયા સુધીની સબસીડી આપવામાં આવે છે

Leave a comment