હાલમાં ગુજરાતમાં ધોરણ 10 અને ધોરણ 12 ની બોર્ડની પરીક્ષા પૂરી થઈ ગઈ છે અને વિદ્યાર્થીઓ રીઝલ્ટ ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હજુ સુધી બોર્ડ દ્વારા રિઝલ્ટને કોઈ તારીખ જાહેર કરવામાં આવી નથી પરંતુ એપ્રિલ મહિનાના અંત સુધીમાં અને મે મહિનાના શરૂઆતમાં રીઝલ્ટ જાહેર થઈ શકે છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ મંડળ (GSEB) દ્વારા એપ્રિલ મહિનાના અંત સુધીમાં ધોરણ 10 નું અને મે મહિનાના શરૂઆતમાં ધોરણ 12 નું રીઝલ્ટ જાહેર થઈ શકે છે એવી જાહેરાત કરવામાં આવી છે.
GSEB Board Class 10th Result 2024
હાલમાં ગુજરાતમાં ધોરણ 10 અને ધોરણ 12 નું રિઝલ્ટ ક્યારે આવશે એ મુદ્દો બહુ ચર્ચામાં ચાલી રહ્યો છે કેમ કે ટૂંક સમયમાં લોકસભાની ચૂંટણીનું માહોલ ચાલુ થઈ ગયું છે અને ચૂંટણીની જાહેરાત પણ થઈ જશે એટલે લોકો મૂંઝવણ માં છે કે ધોરણ 10 અને ધોરણ 12 નું પરિણામ આવશે કે નહીં આવે.
ન્યુઝ મુજબ, શિક્ષકો દ્વારા ધોરણ 10 ના પેપર ની ચકાસણીનું કાર્ય પૂર્ણ થઈ ગયું છે અને એ શિક્ષકોને ચૂંટણીમાં નોકરી આપવાની હોવાથી તેઓને ફટાફટ આ કાર્ય પૂર્ણ કરવાની બોર્ડ દ્વારા ઓર્ડર આપવામાં આવ્યો હતો. ધોરણ 10 નું બોર્ડનું રીઝલ્ટ હવે ટૂંક સમયમાં જાહેર થઈ જશે.
દર વર્ષે ધોરણ 10 બોર્ડની પરીક્ષા પછી એક મહિનાની અંદર રીઝલ્ટ આવી જાય છે પરંતુ આ વખતે થોડો વધારે સમય લેવાયો છે અને ચૂંટણીનો માહોલ હોવાથી આ સમયે હજી લંબાઈ શકે છે જોકે લોકસભાની ચૂંટણી પહેલા ધોરણ 10 નું બોર્ડનું રીઝલ્ટ આવી જશે.
GSEB SSC 10th Result ક્યારે આવશે ?
શિક્ષકો દ્વારા ધોરણ 10 બોર્ડના બધા જ પેપરોને ચકાસણીનું કાર્ય પૂર્ણ થઈ ગયું છે. ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી બોર્ડ દ્વારા એપ્રિલ મહિનાની અંત સુધીમાં તમારું રિઝલ્ટ જીએસઇબી ની ઓફિસિયલ વેબસાઈટ પર આવી જશે.
ધોરણ 10 બોર્ડ રિઝલ્ટની ડાયરેક્ટ લિંક
મળતી માહિતી પ્રમાણે આ વખતે 14 લાખ વિદ્યાર્થીઓ દ્વારા ધોરણ 10 ની બોર્ડની પરીક્ષા આપવામાં આવી હતી અને ધોરણ 10 બોર્ડની પરીક્ષા 11 માર્ચ યોજવામાં આવી હતી અને 26 માર્ચ સુધી ચાલી હતી. આન્સર શીટનું ચેકીંગ નું કામ પૂરું થઈ ગયું છે, એવા ડેટા મળ્યા છે અને એપ્રિલ મહિનાના છેલ્લા સપ્તાહમાં પરિણામ ની તારીખ જાહેર કરવામાં આવશે.
તમે ધોરણ પરિણામ આ ત્રણ રીતે ચેક કરી શકો છો.
GSEB ની સત્તાવાર વેબસાઇટ દ્વારા
- સૌપ્રથમ તમે ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી બોર્ડની સત્તાવાર વેબસાઈટ gseb.org અથવા gsebeservice.com મુલાકાત લો
- અહીંયા તમને એસએસસી પરિણામ 2024 વિકલ્પ દેખાશે તેની પર ક્લિક કરો
- પછી એક નવું પેજ ખુલશે તેમાં તમારે તમારું રોલ નંબર અને જન્મ તારીખ નાખવાની રહેશે
- પછી તમારે સબમીટ બટન પર ક્લિક કરવાનું રહેશે
- તમે સબમિટ બટન પર ક્લિક કરશો એટલે એક નવું પેજ ખુલશે જ્યાં તમારી સ્ક્રીન ની સામે તમારું ધોરણ 10 બોર્ડનું રીઝલ્ટ દેખાશે
- અહીંથી તમે તમારા ધોરણ 10 બોર્ડનું રીઝલ્ટ ડાઉનલોડ કરી શકો છો
GSEB 10મા ધોરણનું પરિણામ 2024 SMS દ્વારા
- તમારો ફોનમાં ટેક્સ મેસેજ ખોલો
- અહીંયા તમારે આ મુજબના ફોર્મેટમાં એક એસએમએસ લખવાનું રહેશે- SSC<space>SEATNUMBER
- પછી તમારે આ એસએમએસ 56263 નંબર પર મોકલવાનું રહેશે
- થોડા સમયમાં જીએસઇબી ધોરણ 10 નું પરિણામ એક નંબર દ્વારા તમારા પર એસએમએસ કરવામાં આવશે
GSEB SSC પરિણામ 2024 WhatsApp દ્વારા
જીએસઇબી વિદ્યાર્થીઓને whatsapp ઉપર પોતાનો પરિણામ માટે એક નવો વિકલ્પ શરૂ કરવામાં આવ્યો છે વિદ્યાર્થીઓ whatsapp દ્વારા પણ પોતાનું પરિણામ મંગાવી શકે છે. ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી બોર્ડ દ્વારા એક નંબર બહાર પાડવામાં આવે છે એ નંબર પર તમે તમારો સીટ નંબર અને જન્મ તારીખ લખીને મોકલો છો તો તમને પીડીએફમાં તમારા ધોરણ 10 નું પરિણામ મોકલવામાં આવશે.
સૌપ્રથમ તમારે આ નંબર 6357300971 તમારા મોબાઇલમાં સેવ કરવાનો રહેશે અને આ નંબર ઉપર તમારે તમારી સીટ નંબર અને જન્મ તારીખ મોકલવાની રહેશે અને પછી આ નંબર ઉપર પીડીએફ ના સ્વરૂપમાં તમારું ધોરણ 10નું રિઝલ્ટ તમે ડાઉનલોડ કરી શકશો.
સારાંશ
આ લેખમાં અમે તમને ધોરણ 10 નું પરિણામ ક્યારે આવશે અને તમે કઈ રીતે ડાઉનલોડ કરી શકશો તેની સંપૂર્ણ માહિતી આપી છે. તમને કોઈ પણ પ્રશ્ન હોય તો તમે અમને ઇમેલ કરી શકો છો અથવા કમેન્ટમાં જણાવી શકો છો આ આર્ટીકલ તમારા મિત્રો સુધી શેર જરૂર કરજો.