Vahli Dikri Yojana Online Apply 2024: વ્હાલી દીકરી યોજના 2024 , દીકરીને કુલ ત્રણ હપ્તામાં 1,10,000 ની સહાય મળશે

મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા દીકરીઓ માટે ઘણી બધી યોજના ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવે છે. મહિલાઓનું સામાજિક અને આર્થિક સુરક્ષા માટે વિધવા સહાય યોજના, બેટી બચાવો બેટી પઢાવો યોજના, સુકન્યા સમૃદ્ધિ યોજના, ગંગા સ્વરૂપા આર્થિક પુન:લગ્ન યોજના, મફત સિલાઈ મશીન યોજના, લગ્ન સહાય યોજના જેવી અનેક યોજનાઓ બહાર પાડવામાં આવી છે.

Women and Child Development Department (WCD Gujarat) દ્વારા બહાર પડેલ વહાલી દિકરી યોજના 2024 વિશે સંપૂર્ણ માહિતી અમે આ આર્ટીકલ માં તમને આપીશું.

Vahli Dikri Yojana 2024 હેતુ

વ્હાલી દીકરી યોજનાનો મુખ્ય ઉદ્દેશ નીચે મુજબ છે

  • દીકરીઓના જન્મ દર ને વધારવો
  • દીકરીના શિક્ષણ અને પ્રોત્સાહન આપવું
  • દીકરીનો સમાજમાં સશક્તિકરણ કરવું
  • બાળ લગ્ન અટકાવવા
  • દીકરીઓને આર્થિક સહાય પૂરી પાડવી

Vahli Dikri Scheme Eligibility

જે લાભાર્થી નીચે મુજબની પાછળ હતા ધરાવે છે તેમને વાલી દિકરી યોજના નો લાભ મળશે

  • લાભાર્થી ગુજરાતનો નાગરિક હોવો જોઈએ
  • માતા પિતાના પ્રથમ ત્રણ સંતાનો ભેગી તમામ દીકરીઓને યોજનાનો લાભ મળશે
  • માતા-પિતાની વાર્ષિક આવક 2,00,000 થી ઓછી  હોવો જોઈએ

વ્હાલી દિકરી યોજનામાં મળવાપાત્ર લાભ

Vahli Dikri Yojana 2024 હેઠળ કુલ ત્રણ હપ્તામાં પૈસા મળે છે. લાભાર્થી દીકરીઓને ત્રણ હપ્તામાં 1,10,000/- (એક લાખ દસ હજાર) નો લાભ મળવાપાત્ર થશે.

કુલ હપ્તા  કેટલી અને ક્યારે સહાય મળશે?
પ્રથમ હપ્તા પેટે લાભાર્થી દીકરીઓને પ્રથમ ધોરણમાં પ્રવેશ વખતે રૂ. 4000/-  મળવાપાત્ર થશે.
બીજો હપ્તો પેટે લાભાર્થી દીકરી ધોરણ-9 માં પ્રવેશ વખતે રૂ. 6000/- મળવાપાત્ર થશે.
છેલ્લા હપ્તા પેટે દીકરી 18 વર્ષની ઉંમર થાય તેને ઉચ્ચ શિક્ષણ/લગ્ન સહાય તરીકે કુલ 100000/- (એક લાખ) સહાય મળવાપાત્ર થશે. પરંતુ દીકરીના બાળલગ્ન થયેલ ન હોવા જોઈએ.

 

વ્હાલી દીકરી યોજના માટે જરૂરી ડોક્યુમેન્‍ટ

આ યોજનાનો લાભ લેવા માટે કેટલાક ડોક્યુમેન્‍ટ જરૂર પડે છે. જેની યાદી નીચે મુજબ છે.

  • દીકરીના જન્મનું પ્રમાણપત્ર
  • દીકરીનો આધારકાર્ડ નંબર (જો હોય તો)
  • માતા અને પિતા બન્નેનું આધારકાર્ડ
  • માતા અને પિતા બંનેનું જન્મનું પ્રમાણપત્ર
  • આવકનો દાખલો
  • દંપતિના પોતાના હયાત તમામ બાળકોના જન્મના દાખલા
  • લાભાર્થી દીકરીના માતા-પિતાના લગ્નનું સર્ટિફિકેટ(પ્રમાણપત્ર)
  • અરજદારના રેશનકાર્ડની નકલ.
  •  લાભાર્થી દીકરી અથવ માતા/પિતાની બેંક ખાતાની પાસબુક

વ્હાલી દીકરી યોજના 2024 ની ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?

વહાલી દીકરી યોજનાની અરજી ઓનલાઇન કરી શકાય છે, આ યોજના માટે અમારે ડિજિટલ ગુજરાત બોર્ડર પર જવું પડશે ગુજરાત પોર્ટલ પરથી ઓનલાઇન અરજી કરવાની પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે.

  • સૌપ્રથમ ગ્રામ્ય વિસ્તારના VCE પાસે જવું પડશે
  • દીકરી શહેરી વિસ્તારમાં હોય તો મામલતદારની કચેરી અથવા જનસેવા કેન્દ્ર પર જઈને અરજી કરી શકે છે
  • લાભાર્થીના પિતા અથવા માતા દ્વારા વાલી દિકરી યોજના ફોર્મ પીડીએફ ભરવાનું કાર્ય કરવું પડશે
  • તમામ ડોક્યુમેન્ટ ઓરીજનલ સાથે લઈ જવા ગ્રામ્ય વિસ્તારના VCE અથવા તાલુકા ઓપરેટર દ્વારા તમામ ડોક્યુમેન્ટ અને વાલી દિકરી યોજના ફોર્મ ની ચકાસણી કરવામાં આવશે
  • ત્યારબાદ VCE અથવા તાલુકો ઓપરેટર દ્વારા ઓફિસિયલ વેબસાઈટ પર જઈને અરજી કરવામાં આવશે
  • છેલ્લે તમને ઓનલાઈન ફોર્મ ભર્યા પછી તેની નકલ આપવામાં આવશે જે તમારી સાચવીને રાખવાની રહેશે

વહાલી દીકરી યોજના 2024 ફોર્મ pdf 

કમિશ્રનરશ્રી મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા Vahali Dikri Yojana PDF Form તેની ઓફિશિયલ વેબસાઈટ પર મૂકવામાં આવેલ છે.

Official Website WCD Gujarat

 

સારાંશ

આ લેખમાં અમે તમને વ્હાલી દીકરી યોજના ફોર્મ કઈ રીતે ભરવા તેના માટે શું લાયકાત જોવે અને ગ્રામ્ય વિસ્તારમાં વહાલી દીકરી યોજના નો લાભ કઈ રીતે લઈ શકાય તેની સંપૂર્ણ માહિતી આ આર્ટીકલ માં અમે તમને આપેલ છે. જો કંઈ પણ પ્રશ્ન હોય તો અમને કમેન્ટ કરીને જણાવી શકો છો

Leave a comment