આ યોજનામાં ખેડૂતોને બિયારણ સાધનો ખરીદવા માટે 50000 રૂપિયાની સબસીડી આપવામાં આવશે

Gujarat Krushi Vaividyakaran Yojana 2024 :વનબંધુ કલ્યાણ યોજના હેઠળ શરૂ કરવામાં આવેલી વિવિધ યોજના પૈકીની કૃષિ વૈવિધ્ય કરણ યોજનાથી રાજ્યમાં ખેડૂતોને સુધારેલ બિયારણ અને ખાતર મળશે અને ખેતી કરવાની તાલીમ પણ વિનામૂલ્ય આપવાની જાહેરાત આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા હાલમાં આપવામાં આવેલ છે વન બંધુ યોજનામાં વ્યક્તિગત સામયિક સિંચાઈ ફુવા સાથે સોલાર પંપ યોજના સંકલિત ડેરી વિકાસ યોજના ટીશ્યુ કલ્ચર બનાના રોપા વિતરણ યોજના જેવી અનેક યોજનાઓ છે આર્ટીકલ માં આપણે કૃષિ વૈવિધ્યપૂર્ણ યોજનાથી શું લાભ થશે ફોર્મ ભરવાની રીત કોને કોને ફાયદો થશે સહાયમાં શું મળશે જેવા અનેક સવાલના જવાબ આપણે મેળવવાનો પ્રયાસ કરીશું

કૃષિ વૈવિધ્યકરણ યોજનાના હેતુ Gujarat Krushi Vaividyakaran Yojana 2024

  • ખેડૂતોની ખેત ઉત્પાદન વધશે
  • આદિજાતિ ખેડૂતોને આજીવિકા અને આવક ઊભી કરવાની મદદ પૂરી પાડશે

કૃષિ વૈવિધ્યકરણ યોજના 2024 અમલીકરણ કેવી રીતે કરવામાં આવે છે? Gujarat Krushi Vaividyakaran Yojana 2024

  • આ યોજના હેઠળ તમામ જિલ્લામાં એક અમલીકરણ એજન્સી બનાવેલ છે આ એજન્સી જે તે વિસ્તારના પ્રયોગોના વહીવટી કચેરીના પરામર્શ માં રહીને આ યોજનાનો સંપૂર્ણ અમલીકરણ કરાવે છે.
  • અને તે માટે આદિવાસી વિસ્તારોમાં પોતાની કે જંગલ જમીન ધરાવતા લાભાર્થીની ભેદભાવ રોહિત પસંદગી કરવામાં આવે છે અને વિતરણ કીટ આપવામાં આવે છે
  • અરજદાર એ લોકફાળામાં ₹500 જમા કરવાના રહેશે

પ્રધાનમંત્રી કૃષિ વૈવિધ્યકરણ યોજના મળવાપાત્ર સહાય Gujarat Krushi Vaividyakaran Yojana 2024

આદિજાતિ ખેડૂતોને તેમના વિસ્તાર મુજબ મગફળી સોયાબીન ડાંગર તુવેર ભીંડા નાગલી જુવાર બાજરા, અડદ જેવા બિયારણ પૈકી કોઈ પણ એક બિયારણ
તેમજ ખાતર આપવામાં આવે છે
આ સિવાય એજન્સી મારફત તાલીમ અને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવશે

કૃષિ વૈવિધ્યકરણ યોજના 2024 લાભાર્થીની પસંદગી કેવી રીતે કરવામાં આવે છે? Gujarat Krushi Vaividyakaran Yojana 2024

લાભાર્થી બીપીએલ સ્કોર ઝીરો થી 20 હોવો જોઈએ દાખલો તમારા વિસ્તારના ગ્રામસેવક પાસેથી મેળવવું
ખેડૂત 0 થી એક એકર જમીન ધરાવતા હોવા જોઈએ

કૃષિ વૈવિધ્યકરણ યોજના 2024 જરૂરી દસ્તાવેજો Gujarat Krushi Vaividyakaran Yojana 2024

  • અરજદાર નો ફોટો
  • અરજદાર ના રેશનકાર્ડ ની નકલ
  • આધારકાર્ડ
  • અરજદારના જમીનના પુરાવા 7 12 ની અને આઠ ની નકલ અથવા જંગલ જમીન માટે સનદ કે અધિકાર પત્ર
  • અરજદાર નો બીપીએલ નો દાખલો

કૃષિ વૈવિધ્યકરણ યોજના 2024 કઈ રીતે કરવી અરજી Gujarat Krushi Vaividyakaran Yojana 2024

  • લાભાર્થી ભાઈઓ બહેનોએ ધ્યાન રાખવું કે આ યોજના માટેનું ફોર્મ ઓનલાઈન ભરવાનું રહેશે એ માટે પોતાના ગામના બીસીઈ સેન્ટર કે જેને આપણે ગ્રામ પંચાયતની ઓફિસ કહીએ છીએ એ સિવાય સાયબર કાફે કે ઇન્ટરનેટ સુવિધા ધરાવતા કે કોઈપણ કોમ્પ્યુટર પરથી ભરી શકશો
    હવે આપણે ઓનલાઇન અરજી કરવાની રીત વિશે સમજીશું
  • સૌપ્રથમ લાભાર્થીઓ ઓનલાઈન પોર્ટલ વેબસાઈટ
    https://dsagsahay.gujarat.gov.in/
    જવાનું રહેશે
  • આપણે અગાઉ જણાવ્યું તે મુજબ યોજનાના તમામ માપદંડો મુજબ જો આપણી લાયકાત છે તો આપ આ યોજનાનો અરજી કરી શકશો
  • લાભાર્થી ઉપર મુજબ લિંક પર ક્લિક કરતા વિશે ડીસેગસહાયની અરજી કરવાની વેબસાઈટ ખુલશે
  • તમે લાભાર્થી રજીસ્ટ્રેશન કરતા અરજી માટેનું ફોર્મ ખૂલી જશે
  • યોજનાનું નામ પસંદ કરો નામના બોક્સમાંથી કૃષિ વૈવિધ્યકરણ યોજના પર ક્લિક કરો
  • ક્લિક કરતા એ યોજના માટેનું ફોર્મ ખૂલી જશે
  • તમામ વિગતો ખૂબ જ કાળજીપૂર્વક કરવી
  • રેશનકાર્ડ નંબર નાખીને ચેક પર ક્લિક કરો અને અરજદાર નું નામ પસંદ કરવાનું રહેશે
  • હવે પુરુષ કે સ્ત્રી તેમજ જાતિ અને પેટા જાતિ પસંદ કરવાનું રહેશે
  • જન્મ તારીખ નાખવી
  • દિવ્યાંગ હોય તો તેના વિકલ્પમાં યશ પસંદ કરવાનું રહેશે
  • બીપીએલ એફઆરએ જેવા વિકલ્પ પસંદ કરવાના રહેશે
  • જો આપ બીપીએલ પસંદ કરો છો તે આઈડી અને સ્કોર લખવાનો રહેશે
  • ત્યારબાદ સરવે નંબર જમીનનો ખાતા નંબર અને ક્ષેત્રફળ નમુના સાતબાર અને આઠ મુજબ લખવાનું રહેશે
  • અરજદારનો મોબાઇલ નંબર લખો
  • અરજદાર સરનામાની વિગત જેવી કે ગામ તાલુકો જીલ્લો કાળજીપૂર્વક દાખલ કરો
  • ત્યારબાદ રેશનકાર્ડ નંબર તેમજ આધારકાર્ડ નંબર દાખલ કરો
  • આમ તમામ વિગતો સફળતાપૂર્વક દાખલ કર્યા બાદ આપણે આગળ દર્શાવ્યા મુજબ દસ્તાવેજો પીડીએફ ફોર્મેટમાં અપલોડ કરવાના રહેશે
  • અંતમાં આપેલ કેપ્ચા નાખી ફોર્મ સબમીટ કરવાનું રહેશે
  • આપ પોતાના અરજી ક્રમાંક નું લેવા અથવા તેની પ્રિન્ટ કાઢી લો
  • અરજી ક્રમાંકથી આપ અરજી સ્થિતિ જાણી શકશો

વહાલા આદિજાતિ ખેડૂત ભાઈઓ બહેનો આપણે વૈવિધ્ય કરણ યોજનાની માહિતી મેળવી આશા રાખું છું આ માહિતી આપના માટે ઉપયોગી થઇ હશે સરકાર દ્વારા આદિવાસી ખેડૂતો માટે અનેક યોજનાઓ બહાર પાડવામાં આવેલ છે તેથી તેઓ વિકાસ થાય અને તેઓ પણ સમાજના અન્ય વર્ગની જેમ આગળ આવી શકે છે અને યોજનાઓ છે કૃષિ રોજગાર શિક્ષણ અને આરોગ્ય જેવા ક્ષેત્રમાં છે પરંતુ યોગ્ય માર્ગદર્શન અને માહિતીના ભાવે લાભ મેળવી શકતા નથી જો આપ આર્ટીકલ સુધી પહોંચ્યા છો તો અન્ય આદિવાસી ભાઈઓ બહેનો પણ શેર કરશો અને મદદરૂપ થશો આભાર….

Leave a comment