કુંવરબાઈનું મામેરુ યોજના 2024 સરકાર આપશે ગરીબ દીકરીઓના કલ્યાણ માટે ૧૨ હજારની સહાય

Kunwar Bai Nu Mameru Yojana 2024:કુંવરબાઈનું મામેરુ યોજના 2024 સરકાર આપશે ગરીબ દીકરીઓના કલ્યાણ માટે ૧૨ હજારની સહાય પ્રિય વાચકો આજના આર્ટીકલ માં આપણે કુંવરબાઈનું મામેરુ યોજના વિશે વાત કરીશું શું છે આ યોજના આ યોજનાની પાત્રતા શું છે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી અને આ યોજનાનો લાભ કઈ રીતે મળી શકે તે વિશેની સંપૂર્ણ માહિતી આજના આર્ટીકલ દ્વારા મેળવીશું.

કુંવરબાઈનુ મામેરુ યોજના 2024 ગુજરાત સરકાર દ્વારા વિવિધ ભાગો કાર્યરત છે દરેક વિભાગ દ્વારા અલગ અલગ કામગીરી કરવામાં આવે છે ગુજરાતના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા વિવિધ સરકારી યોજનાઓ ચલાવવામાં આવે છે આ યોજનાઓ સમાજ કલ્યાણ પોર્ટલ પર ચલાવવામાં આવે છે એ સમાજ કલ્યાણ પોર્ટલ પર માનવગરીમાં યોજના વિદ્યાર્થીઓને વિદેશ અભ્યાસ લોન ડોક્ટર આંબેડકર આવાસ યોજના કુંવરબાઈનું મામેરુ યોજના વગેરે યોજના ચાલુ છે આ આર્ટીકલ દ્વારા કુંવરબાઈનું મામેરુ યોજના 2024 વિશે વિગતવાર વાત કરીશું કુંવરબાઈનું મામેરુ યોજના ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું તેની માહિતી મેળવશું.

કુંવરબાઈનું મામેરું યોજના 2024  Kunwar Bai Nu Mameru Yojana 2024

ગુજરાત રાજ્યમાં ગરીબ પરિવારની દીકરીઓના કલ્યાણ માટે ઘણી બધી કલ્યાણકારી યોજનાઓ ચાલે છે જેમાં કુંવરબાઈનું મામેરુ યોજના નું સમાવેશ થાય છે આ લગ્ન સહાય યોજના દ્વારા ગરીબ પરિવારને સીધી આર્થિક રીતે મદદરૂપ થવાના ઉદ્દેશ્ય રહેલા છે લગ્ન કરેલી દીકરીઓને dbt ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા સીધી એમના બેંક ખાતામાં સહાય ચૂકવવામાં આવે છે કુંવરબાઈનું મામેરુ યોજના એસસી વર્ગની કન્યાઓ ઓબીસી વર્ગની કન્યાઓ તથા આર્થિક રીતે નબળા પરિવારોની દીકરીઓને લગ્ન કર્યા પછી લાભ આપવામાં આવે છે આ યોજનામાં લાભાર્થી દિકરી પીઠ રૂપિયા 12000 જમા કરવામાં આવે છે.

કુંવરબાઈનું મામેરું યોજના 2024 ઉદ્દેશ્ય kunwar bai nu mameru yojana in gujarati

અનુસૂચિત જાતિની અને જનજાતિ ની ગરીબ વર્ગની કન્યા લગ્ન થયા પછી તેને નાણાકીય સહાય આપવા માટે આ યોજના શરૂ કરવામાં આવી છે. અનુસૂચિત જાતિની અને જનજાતિની પુખ્ત વયની બે કન્યા ના લગ્ન પ્રસંગે કુંવરબાઈના મામેરાની યોજના હેઠળ 1 4 2021 પછી લગ્ન કરનાર કન્યા ને સુધારેલા દર મુજબ 12,000 ની સહાય ચૂકવવામાં આવશે જ્યારે આ તારીખ પહેલા લગ્ન કરનાર કન્યાને જુનાદર મુજબ ₹10,000 ની સહાય ચૂકવવામાં આવશે.

કુંવરબાઈનું મામેરું યોજના 2024 ફોર્મ kuvarbai nu mameru yojana online form

માટે social justice and empowerment department દ્વારા પાત્રતા નક્કી કરેલ છે જે નીચે મુજબ છે લાભાર્થી ગુજરાત રાજ્યનું મૂળ વતની હોવો જરૂરી છે. અરજદાર આર્થિક રીતે નબળા પરિવારનો હોવો જોઈએ. એક પરિવારમાં બે પુખ્ત વયની દીકરી ના લગ્ન માટે કુંવરબાઈનુ મામેરુ યોજના નો લાભ મળશે. લાભાર્થીના પુનઃ લગ્નના ખિસ્સામાં આ યોજના મળશે વિધવા પુનમ લગ્નના કિસ્સામાં પણ આ યોજનાનો લાભ મળશે. કન્યાના લગ્ન બાદ બે વર્ષની સમય મર્યાદામાં કુંવરબાઈનું મામેરુ ફોર્મ ઓનલાઈન અપ્લાય કરવાનું રહેશે. સાથ ફેરા સમૂહ લગ્ન આયોજિત કાર્યક્રમમાં ભાગ લેનાર દીકરીઓને કુવરબાઈનું મામેરુ યોજનાની સહાય મળવા પાત્ર થાય. સમાજના તથા અન્ય સમૂહ લગ્નમાં ભાગ લેનાર લાભાર્થી કન્યાને સાત ફેરા સમૂહ લગ્ન યોજના તેમજ કુંવરબાઈનું મામેરુ યોજનાની તમામ શરતો પરિપૂર્ણ કરતી હોય તો આ બંને યોજનાઓ હેઠળ લાભ મેળવવા પાત્ર રહેશે.

કુંવરબાઈનું મામેરું યોજના 2024 માં મળવા પાત્ર લાભ

ગુજરાત રાજ્યમાં આર્થિક રીતે નબળા પરિવારની દીકરી લગ્ન કરે તો તેને આ યોજનાનો લાભ આપવામાં આવે છે આ યોજના હેઠળ કર્યાના બેંક ખાતામાં સીધા ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર મારફતે 10,000 સહાય ચૂકવવામાં આવતી હતી જે સહાયની રકમમાં સુધારો કરેલ છે. જે કન્યાઓએ તારીખ 1/4/2021 પછી લગ્ન કરેલ હોય તો તેવા દંપતીને કુંવરબાઈ મામેરુ યોજના હેઠળ 12 હજાર રૂપિયા મળશે.

કુંવરબાઈનું મામેરું યોજના 2024 અરજી કરવા માટેના દસ્તાવેજો kuvarbai nu mameru yojana documents list in gujarati

કુવરબાઈનુ મામેરુ યોજનાનું લાભ લેવા માટે કયા કયા પુરાવા રજૂ કરવા પડે છે?? કન્યાનું આધાર કાર્ડ કન્યાનું ચૂંટણી કાર્ડ કન્યા ના પિતા નું આધારકાર્ડ કન્યાનો જાતિનો દાખલો યુવકનો જાતિનો દાખલો રહેઠાણનો પુરાવો વીજળી બિલ ડ્રાઇવિંગ લાઇસન્સ ભાળા કરાર ચૂંટણી કાર્ડ રેશનકાર્ડ પૈકી કોઈપણ એક કન્યા ના પિતા અથવા તો માતાની વાર્ષિક આવકનો દાખલો કન્યા ની જન્મ તારીખ નો આધાર લિવિંગ સર્ટીફીકેટ જન્મ તારીખ નો દાખલો અભણના કિસ્સામાં સરકારી ડોક્ટર નું પ્રમાણપત્ર. મેરેજ સર્ટિફિકેટ બૅન્ક પાસબુકની પ્રથમ પેજ ની ઝેરોક્ષ કન્યા ના પિતા અથવા વાલી નું એકરારનામુ કન્યા ના પિતા અથવા તો વાલીનું બાહેંધરી પત્રક જો પિતા હયાત ન હોય તો મરણનો દાખલો

કુંવરબાઈનું મામેરું યોજના 2024 અરજી કેવી રીતે કરવી?

કુવરબાઈનુ મામેરુ યોજના સરકારી યોજના માટે અરજી સમય સમાજ કલ્યાણ ની વેબસાઈટ પર જઈને કરી શકો છો. https://esamajkalyan.gujarat.gov.in/ સૌપ્રથમ તમારે તેમાં રજીસ્ટ્રેશન કરવું પડશે અને આઈડી અને પાસવર્ડ તમારા ઈમેલ આઇડી માં મોકલવામાં આવશે.

Leave a comment