પ્રધાનમંત્રી આવાસ યોજના લાભાર્થીઓને ₹1.20 લાખ થી ₹1.30 લાખ સુધીની સહાય મળશે અને ₹12,000 ની શૌચાલય માટે

પ્રધાનમંત્રી આવાસ યોજના 2015 માં શરૂ કરાયેલ, પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) એ સમાજન આર્થિક રીતે નબળા વર્ગો માટે સસ્તું આવાસ એકમો પ્રદાન કરવા માટે ભારત સરકાર દ્વારા એક પહેલ છે. PMAY યોજનાનું મૂળ લક્ષ્ય 31 માર્ચ 2022 સુધીમાં લગભગ 20 મિલિયન ઘરો પોસાય તેવા ભાવે બાંધવાનું હતું પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ (PMAYG) ની પૂર્ણતાની સમયમર્યાદ ડિસેમ્બર 2024 સુધી લંબાવવામાં આવી છે. આ ઉપરાંત 2.95 કરોડ સુધારેલા લક્ષ્યાંક મુજબ મકાનો બાંધવામાં આવશે.

PM Awas Yojana 2024 | Pradhan Mantri Awas Yojana In Gujarati

પોસ્ટનું નામ પ્રધાનમંત્રી આવાસ યોજના 2024 (PM Awas Yojana)
યોજના જાહેર થયાની તારીખ 25 જૂન 2015
કોને લાભ મળી શકે ભારતનો દરેક નાગરિક
ઓફિશયલ વેબસાઇડ pmaymis.gov.in
આર્ટિકલ નો પ્રકાર સરકારી યોજના

પ્રધાનમંત્રી આવાસ યોજના 2024 સહાય કેવી રીતે મેળવી શકાય ? | Pradhan Mantri Awas Yojana In Gujarati

જો તમારી પાસે પાકું મકાન ન હોય અથવા મકાન જ ન હોય તો તમને સરકાર તરફથી ઘર બનાવવા માટે જમીન અને નાણાકીય સહાય પ્રધાન મંત્રી આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ મળી શકે છે.આ યોજના શું છે? કોણ તેનો લાભ લઈ શકે? કેવી રીતે તેના માટે અરજી કરી શકાય- આવો જોઈએ.
પ્રધાન મંત્રી ગ્રામીણ આવાસ યોજના માત્ર ગામડામાં રહેતા લોકો માટે જ છે. ગ્રામીણ વિસ્તારોમાં રહેતા ઘર વિહોણા તથા કાચા અને જર્જરિત મકાનમાં રહેતા પરિવારોને પાયાની સુવિધાઓ સાથેનું પાકું મકાન પુરું પાડતી આ યોજનામાં આવાસોનું બાંધકામ લાભાર્થીઓએ જાતે કરવાનું હોય છે.
મકાન ઓછામાં ઓછું 25 ચોરસમિટર જમીન પર બનાવવાનું રહેશે. લાભાર્થીને મકાન બાંધવા માટે રાજ્ય સરકાર તરફથી 100 ચોરસમિટરનો પ્લૉટ વિના મૂલ્યે આપવામાં આવે છે. સરકારે ફાળવેલ પ્લૉટ અથવા માલિકીની જમીન ઉપર પાકું મકાન બાંધવા માટે સહાય પુરી પાડવામાં આવે છે.

પ્રધાનમંત્રી આવાસ યોજના 2024 સહાય  | Pradhan Mantri Awas Yojana In Gujarati

 • નાણાકીય સહાય: યોજના હેઠળ લાભાર્થીઓને ₹1.20 લાખ થી ₹1.30 લાખ સુધીની નાણાકીય સહાય મળે છે.
 • મફત જમીન: ગ્રામીણ વિસ્તારોમાં લાભાર્થીઓને મકાન બનાવવા માટે 100 ચોરસ મીટર જમીન મફત ફાળવવામાં આવે છે.
 • શૌચાલય સહાય: યોજના હેઠળ ₹12,000 ની શૌચાલય બાંધકામ સહાય પણ ઉપલબ્ધ છે.
 • મનરેગા હેઠળ રોજગારી: લાભાર્થીઓને 90 દિવસની રોજગારી પણ મળે છે જેના દ્વારા તેઓ ₹17,280 કમાઈ શકે છે.

પ્રધાનમંત્રી આવાસ યોજના 2024 માં કેટલા પૈસા મળે છે? | Pradhan Mantri Awas Yojana In Gujarati

પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના 2024 અંતર્ગત કેન્દ્ર સરકાર સપાટ જમીન પર પાકું મકાન બનાવવા માટે રૂ . ૧,૨૦,૦૦૦ ની નાણાકીય સહાય પૂરી પાડે છે અને ડુંગરાળ વિસ્તારમાં પાકા મકાન બાંધવા માટે સરકાર રૂ. ૧,૩૦,૦૦૦ ની નાણાકીય સહાય પૂરી પાડે છે.

પ્રધાનમંત્રી આવાસ યોજના 2024નો લાભ કોને મળી શકે? | Pradhan Mantri Awas Yojana In Gujarati

આ યોજનામાં અરજી કરવા માટેની માર્ગદર્શિકા અનુસાર, જેમની પાસે પોતાનું ઘર નથી એવા બેઘર પરિવાર અથવા કાચી દીવાલો અને છતવાળું એક કે બે રૂમનું ઘર હોય તેઓ આ યોજનાનો લાભ લઈ શકે છે. જે પરિવારમાં 25 વર્ષથી વધુ વયની કોઈ સાક્ષર વયસ્ક વ્યક્તિ ન હોય,

 • જે પરિવારમાં 16થી 59 વર્ષના કોઈ પુરૂષ સભ્ય ન હોય,
 • જે પરિવારમાં કમાણી કરનારા કોઈ સક્ષમ વ્યક્તિ ન હોય,
 • જે પરિવાર દિવ્યાંગ સભ્યો ધરાવતો હોય તેઓ પણ આ યોજનાનો લાભ લઈ શકે છે
 • અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, અથવા અલ્પસંખ્યકોને પણ આ સહાય મળવાપાત્ર છે
 • વિધવા, છુટાછેડા અપાયેલ, અત્યાચારનો ભોગ બનેલ અથવા ત્યક્તા મહિલા આ સહાય મેળવી શકે છે કુટુંબનાં વડાં સ્ત્રી હોય તો તેમને પણ આવાસ માટે સહાય મળી શકે

પ્રધાનમંત્રી આવાસ યોજના ડોક્યુમેન્ટ PM Awas Yojana Documents List

 • જમીન માલિકી ના પુરાવા (પાકા દસ્તાવેજની નકલ/સીટી સર્વે પ્રોપર્ટી કાર્ડ/૭-૧૨ ની નકલ).
 • લાભાર્થીના કુટુંબની વાર્ષિક આવક દર્શાવો મામલતદારશ્રી/તલાટી નો દાખલો (૩ લાખ થી ઓછી આવક મર્યાદા).
 • અરજદારના કુટુંબના કોઈ પણ સભ્ય ભારતભરમાં પાકું મકાન ધરાવતા ન હોવા અંગોનું રૂ, 50 ના સ્ટેમ્પ પેપર પર નોટરાઈઝ સોગંદનામું.
 • આાધારકાર્ડની નકલ(કુટુંબ ના દરેકસભ્યની)

પ્રધાનમંત્રી આવાસ યોજના અરજી કેવી રીતે કરવી? | Pradhan Mantri Awas Yojana In Gujarati

આ યોજના માટેની અરજી તમે ઑનલાઈન અને ઑફલાઇન બંને રીતે અરજી કરી શકો છો.
ઑનલાઈન અરજી કરવા માટે પ્રધાનમંત્રી આવાસ યોજનાની અધિકૃત વેબસાઈટ પર વિગતો ભરીને અરજી ફોર્મ ડાઉનલોડ કરી લેવું.
ફોર્મની પ્રિન્ટ સાથે જે જરૂરી સહાયક દસ્તાવેજો જોડી તેને કોમન સર્વિસ સેન્ટર (સી. એસ.સી.) પર સબમિટ કરવું. આ સિવાય તમે તેને બૅંકમાં પણ જમા કરાવી શકો છો. વૈકલ્પિક રીતે, તમે સીધા જ પી.એમ.એ.વાય.જી. સુસંગત હોય તેવા કોઈપણ સામાન્ય સેવા કેન્દ્ર અથવા બેંકમાં જઈ શકો છો અને આ યોજના માટેની અરજી ત્યાંથી પણ કરી શકો છો.

PMAY અધિકૃતિ વેબસાઈટ PMAY
PMAY ગ્રામીણ વેબસાઈટ Awaas Yojana

Leave a comment