ધોરણ 10 પછી શું કરવું જોઈએ? 10 બોર્ડ પછી આ કોર્ષ કરી લો, લાઈફ સેટ થઇ જશે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ મંડળ દ્વારા ધોરણ 10 નું પરિણામ જાહેર કરવામાં આવી ગયું છે. ધોરણ 10 માં પાસ થયેલા વિદ્યાર્થીઓ વિચારે છે કે હવે ધોરણ 10 પછી શું કરવું જોઈએ? ઘણા બધા વિદ્યાર્થીઓ કન્ફ્યુઝમાં હોય છે કે ધોરણ 10 પાસ કર્યા પછી કયા વિષયમાં અભ્યાસ કરવો જોઈએ? કયો કોર્સ કરવો જોઈએ? અને કયા ફિલ્ડમાં સારું ભવિષ્ય થઈ શકે? તેનો વિચાર આવતો હોય છે.

ઘણા બધા વિદ્યાર્થીઓ google માં સર્ચ કરતા હોય છે કે ધોરણ 10 પાસ કર્યા પછી શું કરવું જોઈએ? તો આજે આ લેખમાં આપણે જાણીશું કે ધોરણ 10 પછી કયા કયા કોર્સ આવે છે? કયા વિષયો પસંદ કરવા જોઈએ? અને તમારું ભવિષ્ય કઈ રીતે સુધરી શકે? તેના વિશે સંપૂર્ણ માહિતી જાણીશું.

10મું પાસ કર્યા પછી શું કરવું?

ધોરણ 10 પછી શિક્ષણ નો સાચો રસ્તો શોધવો એ બહુ મહત્વનો છે. ધોરણ 10 પછી તમે શું કરશો એ જ તમારા ભવિષ્ય નક્કી કરશે, ધોરણ 10 પછી ઘણા વિદ્યાર્થીઓ સારા ભવિષ્ય માટે અભ્યાસ કરતા હોય છે, તો ઘણા વિદ્યાર્થીઓ સારી નોકરી માટે અભ્યાસ કરતા હોય છે.

મોટાભાગે ધોરણ 10 નું પાસ કર્યા પછી વિદ્યાર્થીઓ બહુ મૂંઝવણમાં હોય છે કે તેમને કયા વિષયમાં અભ્યાસ કરવો જોઈએ વિચાર છે, તેમની પસંદગી સારી રીતે જાણે છે તેમના માટે આ પસંદગી એટલી અઘરી નથી પરંતુ જે વિદ્યાર્થીઓ તેમની પસંદ ના પસંદ જાણે પછી પણ વિષય પસંદ કરી શકતા નથી તેમના માટે અમે અહીં વિગત માહિતી આપીશું તેથી ધોરણ 10 પાસ કર્યા પછી શું કરી શકે તે સમજી શકે .

  • સાયન્સ, કોમર્સ કે આર્ટસમાંથી 12મું
  • પોલિટેકનિક કોર્સ
  • ITI કોર્સ
  • પેરામેડિકલ કોર્સ
  • ટૂંકા ગાળાનો કોર્સ
  • ડિપ્લોમા કોર્સ

10મા પછી કયા વિષયો પસંદ કરવા જોઈએ?

ધોરણ 10 પછી તમને આવડતો હોય તેવો યોગ્ય વિશે પસંદ કરો બહુ મહત્વપૂર્ણ છે કેમકે તમે ધોરણ 10 પછી તમારા ભવિષ્યનો પાયો નાખી રહ્યા છો તેથી તમે અગિયારમા અને બારમા ધોરણમાં કયો અભ્યાસ કરશો તે પસંદ કરવું બહુ જરૂરી છે નીચે આપેલા ત્રણ વિકલ્પો તમારા માટે છે.
  1. Arts
  2. science
  3. Commerce

1. Arts

ધોરણ 10 પછી મોટાભાગે આર્ટ્સ વિશે પસંદ કરવામાં આવે છે એ વિદ્યાર્થીઓને ધોરણ 10 બોર્ડ માં 50% કે તેથી ઓછા માર્ક્સ આવ્યા હોય તો તેઓ આંશ વિશે પસંદ કરે છે આર્ટસ વિષયમાં નીચે મુજબના મુખ્ય વિષયો આવતા હોય છે.

  • ભૂગોળ
  • સામાજિક વિજ્ઞાન
  • અર્થશાસ્ત્ર
  • સંસ્કૃત
  • સમાજશાસ્ત્ર
  • મનોવિજ્ઞાન
  • ઇતિહાસ

2.Commerce (વાણિજ્ય પ્રવાહ)

જે વિદ્યાર્થીઓ પોતાને થોડા ઘણા હોશિયાર માણસ છે તે વાણીજ્ય પ્રવાહ એટલે કે કોમર્સ વિષય પસંદ કરતા હોય છે જે લોકો બેંકિંગ ક્ષેત્રે રસ ધરાવતા હોય તેમના માટે કોમર્સ વિશે પસંદ કરવો જોઈએ તેમાં મુખ્ય વિષયો નીચે મુજબ આવતા હોય છે.

  • Accountancy
  • Economics
  • Business Studies

3.Science (વિજ્ઞાન પ્રવાહ)

જે વિદ્યાર્થીઓ સાયન્સ અને ટેકનોલોજીમા રસ હોય, ગણિત આવડતું હોય અને ખૂબ ભણવામાં હોશિયાર હોય તે સાયન્સ વિષય પસંદ કરતા હોય છે એ લોકો વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરીને પોતાનું ડોક્ટર, વૈજ્ઞાનિક, એન્જિનિયર બનાવવા માગતા હોય છે. વિજ્ઞાન પ્રવાહમાં પણ બે ભાગ પડે છે.

  • મેડિકલ- જો તમારે ડૉક્ટર/વૈજ્ઞાનિક બનવું હોય તો તમારે આ પસંદ કરવું પડશે
  • નોન મેડિકલ (ટેક્નિકલ) – જો તમારે એન્જિનિયર બનવું હોય તો તમારે આ પસંદ કરવું જોઈએ

સારાંશ 

આ આર્ટીકલમાં અમે તમને ધોરણ 10 પછી તમે કયા કયા વિષય પસંદ કરી શકો અને કયા કયા વિષય તમને ફાવે છે તેના આધારે અમે લિસ્ટ આપ્યું છે તમને કંઈ પણ પ્રશ્નો હોય તો અમને કમેન્ટ કરીને જણાવી શકો છો.

Leave a comment