RPF Bharti 2024: રેલવે પ્રોટેક્શન ફોર્સમાં SI અને કોન્સ્ટેબલ 4660 જગ્યા પર ફોર્મ ભરવાના શરૂ થઇ ગયા છે

રેલવે ભરતી બોર્ડ દ્વારા રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) માં સબ ઇન્સ્પેક્ટર અને કોન્સ્ટેબલ ની જગ્યા પર ભરતી ની જાહેરાત કરવામાં આવી છે.આ ભરતી માં 15 એપ્રિલ 2024 થી ઓનલાઇન ફોર્મ શરૂ થઈ ગયા છે અને 14 મે 2024 સુધી તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો. તમારે અરજી કરવા માટે rpf.indianrailways.gov.in વેબસાઇટ પર જવું પડશે અને તમે જો લાયક છો તો ઓનલાઇન ફોર્મ ફટાફટ ભરી દેવા જોઈએ.

રેલવે પ્રોટેક્શન ફોર્સ ભરતી 2024

રેલવે ભરતી બોર્ડ દ્વારા SI અને કોન્સ્ટેબલ ની જગ્યા પર બમ્પર ભરતી ની જાહેરાત કરવામાં આવી છે. આરપીએફ દ્વારા નોટિફિકેશન બહાર પાડવામાં આવી છે જેમાં ફોર્મ ભરવાની તારીખ 15 એપ્રિલ છે અને છેલ્લી તારીખ 14 મે 2024 છે.

બોર્ડ રેલવે ભરતી બોર્ડ
પોસ્ટ કોન્સ્ટેબલ અને એસઆઈ
ખાલી જગ્યા 4660
છેલ્લી તારીખ 14 મે 2024
વય મર્યાદા 18થી 28 વર્ષ સુધી
ક્યાં અરજી કરવી https://www.rrbahmedabad.gov.in/

તમે આરપીએફની તૈયારી કરતા હો તો તમારે ફટાફટ આરઆરબીની અધિકૃત વેબસાઈટ પર જઈને ફોર્મ ભરી લેવા જોઈએ. કઈ રીતે ફોર્મ ભરવા અને શું લાયકાત છે તેની સંપૂર્ણ માહિતી આ આર્ટીકલ માં નીચે આપેલ છે એટલે આર્ટીકલ છેલ્લે સુધી વાંચો.

RPF Recruitment 2024 માટે યોગ્યતા અને શૈક્ષણિક લાયકાત

આરપીએફની કોન્સ્ટેબલ ની જગ્યા પર તમે અરજી કરવા માંગો છો તો તમારે ધોરણ 10 પાસ કરેલ હોવું જોઈએ અને તમે સબ ઇન્સ્પેક્ટર એટલે કે એસ આઈ ની જગ્યા પર અરજી કરવા માંગો છો તો તમારે કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી ગેરજેશન પાસ કરેલ હોવું જોઈએ.

રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) ભરતી 2024 વય મર્યાદા

કોન્સ્ટેબલ ની જગ્યા પર ફોર્મ ભરવા માગતા ઉમેદવારોની ઓછામાં ઓછી 18 વર્ષ હોવી જોઈએ અને વધમાં વધુ 28 વર્ષની ઉંમર હોવી જોઈએ.

જ્યારે સબ ઇન્સ્પેક્ટર ની જગ્યા પર ફોર્મ ભરવા માગતા ઉમેદવારોની ઓછામાં ઓછી ઉંમર 21 વર્ષ અને વધુમાં વધુ 28 વર્ષ હોવી જોઈએ.

અનામત કેટેગરીના લોકો માટે ઉંમર મર્યાદામાં છૂટછાટ આપવામાં આવી છે તેના માટે તમારે ઓફિસિયલ નોટિફિકેશન જોઈ લેવું. ઉંમર ની ગણતરી 2024 ને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે.

સબ ઇન્સ્પેક્ટર અને કોન્સ્ટેબલ નો પગાર ધોરણ શું રહેશે?

આ ભરતી હેઠળ કુલ 4660 જગ્યા ભરવા માટે જાહેરાત કરવામાં આવી છે. તેમાં 4208 પોસ્ટ કોન્સ્ટેબલ ની છે, જ્યારે 452 જગ્યા SI પદ માટે છે. પસંદ થયેલા ઉમેદવારો માટે પગાર ધોરણ નીચે પ્રમાણે રહેશે.

  • સબ-ઇન્સ્પેક્ટર – રૂ. 35,400
  • કોન્સ્ટેબલ – રૂ. 21,700

આરપીએફ ભરતીની અરજી ફી

રેલવે ભરતી બોર્ડ દ્વારા રેલવે સુરક્ષા દળ માં સબ ઇન્સ્પેક્ટર અને કોન્સ્ટેબલની ભરતી માટે અરજીથી નીચે મુજબ નક્કી કરવામાં આવી છે.

  •  જનરલ, OBC, EWS માટે- 500 રૂપિયા
  •  તમામ કેટેગરીની મહિલા ઉમેદવારો માટે- 250 રૂપિયા ફી
  •  અરજી ફોર્મમાં ફેરફાર કરવા માટે- 250 રૂપિયા

અરજી ફી તમે ઓનલાઇન ડેબિટ કાર્ડ દ્વારા ક્રેડિટ કાર્ડ દ્વારા નેટબેન્કિંગ દ્વારા તેમજ યુપીઆઈ દ્વારા ભરી શકો છો.

RPF Bharti 2024 પસંદગી પ્રક્રિયા

રેલ્વે પ્રોટેક્શન ફોર્સમાં કોન્સ્ટેબલ અને સબ ઇન્સ્પેક્ટરની ભરતી માટે ઉમેદવાર અને પસંદગી પ્રક્રિયા નીચે મુજબ નક્કી કરવામાં આવી છે.

  1. કોમ્પ્યુટર આધારિત ટેસ્ટ (CBT),
  2. શારીરિક કાર્યક્ષમતા ટેસ્ટ
  3. ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટ (PET),
  4. ડોક્યુમેન્ટ્સ વેરિફિકેશન (DV),
  5. મેડિકલ exam (ME)

RPF Bharti 2024 મહત્વની તારીખ

RPF ભરતી 2024 Starting Date 15 April 2024
RPF ભરતી 2024 Last Date to Apply Online 14 May 2024
RPF Application Form 2024 Correction Window 15 May to 24 May 2024
RPF ભરતી 2024 Exam date Updated Soon

 

RPF Bharti 2024 માટે આવેદન કઈ રીતે કરવું? How to Apply

તમે પણ રેલ્વે પ્રોટેકશન ફોર્સ 2024 માં ઓનલાઈન આવેદન કરવાનું વિચારી રહ્યા છો તો સૌપ્રથમ તમારે પાત્રતા અને શરતો પુરી હોવી જોઈએ. માત્ર લાયકાત ધરાવતા વિદ્યાર્થીઓ જ આરપીએફ 2024 ભરતીમાં ઓનલાઇન ફોર્મ ભરી શકશે. ઓનલાઇન ફોર્મ ભરવાની પ્રક્રિયા નીચે મુજબ છે.

  • સૌપ્રથમ રેલ્વે રેલવે પ્રોટેક્શન ફોર્સ ની ઓફિશિયલ વેબસાઈટ પર જાવ- https://www.rrbahmedabad.gov.in/
  • તેના પછી હોમ પેજ પર કોન્સ્ટેબલ અને સબ ઇન્સ્પેક્ટર લખેલું હશે તેના પર ક્લિક કરો
  • પછી તમારું નામ એડ્રેસ મોબાઈલ નંબર નાખીને રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરો.
  • ઓનલાઇન રજીસ્ટ્રેશન થયા પછી લોગીન આઈડી અને પાસવર્ડ દ્વારા લોગીન કરો અને આરપીએફ ભરતી 2024 એપ્લિકેશન ફોર્મ ભરો
  • તેના પછી તમારા ડોક્યુમેન્ટ અપલોડ કરો અને તમારી અરજી ફી જમા કરો
  • તેના પછી આવેદન ફોર્મ સંપૂર્ણ ભરાઈ જશે અને તેની પ્રિન્ટ આઉટ નીકાળીને સાચવીને રાખો.

સારાંશ 

આર્ટીકલ માં અમે તમને રેલ્વે પ્રોટેક્શન ફોર્સ 2024 ની ભરતી વિશે સંપૂર્ણ માહિતી આપી છે. તમે આરપીએફ ભરતી 2024 માં આવેદન કઈ રીતે કરી શકો અને તેના માટે શું શું લાયકાત જોવે  તેની વિગતવાર માહિતી આપી છે. આર્ટીકલ તમારા મિત્ર સુધી શેર કરો અને કંઈ પણ પ્રશ્ન હોય તો અમને ઇ-મેલ કરો અથવ કોન્ટેક્ટ કરી શકો છો.

Leave a comment