Mafat Plot Yojana Gujarat 2024: ઘર માટે મફત પ્લોટ યોજના, 100 Choras Var Mafat Plot Yojna

ગુજરાતમાં ઘણા લોકો પોતાનું ઘર બનાવવા માટે પૂરતી જમીન ધરાવતા નથી તેથી જે લોકો બીપીએલ યાદીમાં આવે છે અથવા ગરીબી રેખા નીચે આવે છે તેમના માટે સરકાર એક નવી યોજના લાવી છે, મફત મફત પ્લોટ યોજના. જેના અંતર્ગત 100 ચોરસ વાર જમીન લાભાર્થીને આપવામાં આવે છે.

આજે આર્ટીકલમાં આપણી 100 Choras Var Mafat Plot Yojana ફોર્મ કઈ રીતે ભરવા, Mafat Plot Yojana માટે કઈ લાયકાત જોઈએ છે તેની સંપૂર્ણ વિગતવાર માહિતી આ લેખમાં જાણીશું. મફત પ્લોટ યોજના ફોર્મ 2024

મફત પ્લોટ યોજના શું છે?

ગુજરાત સરકાર દ્વારા બીપીએલ યાદીમાં આવતા લોકો માટે 100 ચોરસ વાર જમીન મફતમાં આપવામાં આવી રહી છે. જે લોકો પોતાનું ઘર બનાવવા માંગે છે અને પૂરતી જમીન નથી, તેમને મફત પ્લોટ યોજના હેઠળ જમીન વિતરણ કરવામાં આવી રહી છે. આ યોજનાનો લાભ લેવા માંગતા વ્યક્તિઓ પાસે પોતાનું ઘર પહેલેથી હોવું જોઈએ નહીં અને તેઓ બીપીએલ યાદીમાં આવતા હોવા જોઈએ તો જ આ યોજનાનો લાભ મળી શકશે.

100 Choras Var Mafat Plot Yojana વિગત

યોજનાનું નામ મફત પ્લોટ યોજના 2024
કોના દ્વારા શરૂ કરવામાં આવી ગુજરાત સરકાર દ્વારા
વિભાગ ગ્રામીણ વિકાસ વિભાગ
લાભાર્થી બી.પી.એલ કાર્ડ ધારકો, ગરીબી રેખા નીચે જીવતા લોકો
મળવાપાત્ર સહાય ૧૦૦ ચોરસ વાર પ્લોટ
સત્તાવાર વેબસાઇટ panchayat.gujarat.gov.in
હેલ્પલાઈન નંબર 07923254055

ફ્રી મફત પ્લોટ યોજનાનો હેતુ

100 ચોરસ વાર પ્લોટ યોજનાનો મુખ્ય હેતુ છે, ગરીબી નીચે જીવતા લોકોને પોતાનું ઘર બનાવી આપવાનો જે લોકો જોડે પાકું ઘર નથી તેમને ગુજરાત સરકાર દ્વારા મફત પ્લોટ સહાય યોજના નો લાભ આપવામાં આવી રહ્યો છે અને ગરીબી રીતે જીવતા લોકોને સારું રહેવા મળી રહે અને આર્થિક રીતે તેમનું જીવન સુધરે તે હેતુ છે.

મફત પ્લોટ સહાય યોજના- લાયકાત

ગુજરાત સરકાર દ્વારા મફત પ્લોટ સહાય યોજના શરૂ કરવામાં આવે છે તેમનો લાભ લેવા માટે સરકાર દ્વારા અમુક લાયકાત નક્કી કરવામાં આવી છે જે નીચે મુજબ છે.

  • લાભાર્થી બીપીએલ કાર્ડ ધરાવતો હોવો જોઈએ
  • લાભાર્થીની ઉંમર 18 વર્ષથી વધુ હોવી જોઈએ
  • જે અરજદાર ગરીબી રેખા નીચે જીવન જીવતો હોય તેમણે જ આ યોજનાનો લાભ મળશે
  • લાભાર્થી પાસે કોઈપણ પ્રકારની જમીન ના હોવી જોઈએ
  • લાભાર્થીની વાર્ષિક આવક મર્યાદા 1,20,000 થી વધુ ના હોવી જોઈએ
  • લાભાર્થી ગુજરાત રાજ્યનું રહેવાસી હોવો જોઈએ
  • અરજદાર ગ્રામીણ ક્ષેત્રમાં મજૂર વર્ગનો હોવો જોઈએ

Free Plot Sahay Yojana Gujarat Benefits

મફત પ્લોટ યોજના અંતર્ગત નીચે મુજબ લાભ આપવામાં આવશે :

  • ગરીબ લોકો ને ૧૦૦ ચોરસ વાર જમીન આપવામાં આવશે
  • આ પ્લોટ  મફત માં આપવામાં આવે છે .
  • જમીન વિહોણા ખેત મજૂરોને ઘર બનાવવા મફત માં જમીન મળશે.

જરૂરી ડોક્યુમેન્ટ

  • મફત પ્લોટ યોજના નું ફોર્મ
  • રેશનકાર્ડ
  • આધાર કાર્ડ
  • BPL કાર્ડ
  • જમીન નથી ધરાવતા તેનું પ્રમાણપત્ર
  • આવકનું પ્રમાણપત્ર
  • જાતિનો દાખલો
  • બેંક પાસબુક

મફત પ્લોટ સહાય યોજના માટે અરજી કેવી રીતે કરવી?

  • 100 ચોરસ વાર મફત પ્લોટ યોજનાનો લાભ લેવા માટે તમારે ઓફલાઈન અરજી કરવી પડશે
  • અરજી કરવા માટે સૌપ્રથમ તમારે ગામના તલાટી અથવા ગ્રામસેવક જોડેથી મફત પ્લોટ યોજનાનો ફોર્મ મેળવવું પડશે
  • ત્યાર પછી આ ફોર્મ ભરીને તલાટીના સહી સિક્કા કરાવવા પડશે અને માંગેલા બધા ડોક્યુમેન્ટ જોડવા પડશે
  • પછી સરપંચ જોડે સહી સિક્કા કરાવવા પડશે
  • ત્યાર પછી અરજી જિલ્લા પંચાયતમાં મોકલવાની રહેશે અને આગળની પ્રોસેસ મામલતદાર કચેરીમાં થશે
  •  તમારું પ્લોટ મંજુર થશે તો તમારા ગામના તલાટી ની જાણ કરવામાં આવશે
સત્તાવાર વેબસાઇટ panchayat.gujarat.gov.in
અરજી પ્રક્રિયા ઓફલાઈન
હેલ્પલાઈન નંબર ૨૩૨-૫૧૧૦૧

 

સારાંશ 

મિત્રો આર્ટીકલ માં અમે તમને મફત પ્લોટ સહાય યોજના વિશે સંપૂર્ણ જાણકારી આપી છે. તમે પ્લોટ માટે અરજી કેવી રીતે કરી શકો અને કોણ કોણ લાયકાત ધરાવતા હોવા જોઈએ તેની સંપૂર્ણ જાણકારી આજે આ આર્ટિકલમાં અમે તમને આપી છે. તમને કંઈ પણ પ્રશ્ન હોય તો અમને કમેન્ટ કરી શકો છો અથવા ઈમેલ કરી શકો છો અને આ લેખ તમારા મિત્રો અને પરિવાર સુધી શેર જરૂર કરજો.

1 thought on “Mafat Plot Yojana Gujarat 2024: ઘર માટે મફત પ્લોટ યોજના, 100 Choras Var Mafat Plot Yojna”

Leave a comment