Mafat Silai Machine Yojana 2024: મફત સિલાઈ મશીન યોજના હેઠળ મળશે 15000 ની સહાય ફોર્મ ભરવા અહીં ક્લિક કરો

ભારત સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે, જેમાં મહિલાઓને ધ્યાનમાં રાખીને પણ ઘણી બધી યોજના સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે. અત્યારે મફત સિલાઈ મશીન યોજના 2024 ગુજરાત સરકાર દ્વારા લાગુ કરવામાં આવે છે.

Mafat Silai Machine Yojana હેઠળ મહિલાને 15 હજાર રૂપિયા સુધીની રકમ આપવામાં આવે છે અથવા તેને સિલાઈ મશીન આપવામાં આવે છે. આ આર્ટીકલમાં આપણે જાણીશું કે તમે સિલાઈ મશીન યોજનાનો લાભ કઈ રીતે લઈ શકો. Ojas adda silai machine 2024.

ગુજરાત સરકાર દ્વારા દરેક નાગરિક માટે માનવ ગરિમા યોજના સામાજિક ન્યાય અને અધિકારીક વિભાગ દ્વારા બહાર પાડવામાં આવી છે. આ યોજના હેઠળ કુલ 27 સાધનો માટેની સહાય આપવામાં આવે છે, જેમાંની એક સહાય દરજી માટે પણ છે જેને હેઠળ ફ્રી સિલાઈ મશીન યોજના નો સમાવેશ થાય છે.

free silai machine yojana 2024 gujarat યોજના હેઠળ 27 પ્રકારની સાધન વિનામૂલ્ય આપવામાં આવે છે જેમાં બ્યુટી પાર્લરને કીટ, પ્રેસર કુકર સહાય યોજના, મોબાઈલ રીપેરીંગ કીટ, કડિયા સહાય યોજના, પેપર કપ અને ડીસ બનાવવા માટેની યોજના જેવી ઘણી બધી યોજનાઓનો સમાવેશ કરવામાં આવેલ છે.

Free Silai Machine Yojana વિગત

આર્ટિકલનું નામ મફત સિલાઈ મશીન યોજના
મુખ્ય યોજનાનું નામ માનવ કલ્યાણ યોજના 2024
સિલાઈ મશીન યોજના કઈ યોજનાનો ભાગ છે? Manav Kalyan Yojana Gujarat
આ યોજનાના હેઠળ શું લાભ મળે? લાભાર્થીઓને દરજી કામ કરવા માટે અથવા સિલાઈ કે કપડાં સિવવાનો નવો વ્યવસાય ચાલુ કરવા કીટ મળે છે.
સિલાઈ મશીન યોજના માટે કેટલી રકમની સહાય મળશે? રૂપિયા 15000/- ની સાધન સહાય મળશે.
કોણ લાભ લઇ શકશે રાજ્યની બધી મહિલાઓ
લાભાર્થીની પાત્રતા BPL કાર્ડ ધરાવતા અને નિયત થયેલી આવક મર્યાદા ધરાવતા સમાજના નબળા વર્ગને
મળવાપાત્ર સહાય દરજી કામ માટે સિલાઈ મશીન અથવા 15000 રૂપિયા
અરજી પ્રક્રિયા ઓનલાઈન અરજી કરવાની રહેશે.
Official Website http://www.cottage.gujarat.gov.in/
Online Application Website https://e-kutir.gujarat.gov.in/

મફત સિલાઈ મશીન યોજના – 15000 રૂપિયાની સહાય આપવાનો હેતુ

રાજ્યની મહિલાઓ ઘરે બેઠી બેઠી રોજગારી મેળવી શકે તેના માટે માનવ કલ્યાણ યોજના હેઠળ વિવિધ સાધન સહાય શરૂ કરવામાં આવી છે જેમાં સિલાઈ મશીન માટેની યોજના પણ મહિલાઓ માટે શરૂ કરેલ છે. મહિલા ઘરે બેઠી બેઠી ઘર પણ સંભાળી શકે અને રોજગારી પણ મેળવી શકે તે હેતુથી આ યોજના શરૂ કરવામાં આવી છે અને જે મહિલાઓને સિલાઈ મશીન આવડતું નથી તેઓને ટ્રેનિંગ આપવામાં આવશે અને ટ્રેનિંગ માટે સ્ટાઈપેન્ડ પણ આપવામાં આવશે અને 15000 રૂપિયા ની સહાય આપવામાં આવશે.

Mafat Silai Machine Yojana માં લાભ શું મળે અને કેટલા રૂપિયાની સહાય મળે?

મફત સિલાઈ મશીન યોજના 2024 હેઠળ મહિલાઓને કપડા સીવા માટેનો સંચો મળશે અથવા 15000 રૂપિયાની સહાય આપવામાં આવશે.

સિલાઈ મશીન નું ફોર્મ કેવી રીતે કરવું?

સિલાઈ મશીન નું ફોર્મ ભરવા માટે રજીસ્ટ્રેશન કરવું પડે પછી તમને લાભ મળશે પ્રધાનમંત્રી ફ્રી સિલાઈ મશીન યોજના 2024 માં ફોર્મ ભરવાની માહિતી નીચે આપેલ છે

સિલાઈ મશીન યોજના માટે જરૂરી ડોક્યુમેન્‍ટ free silai machine yojana 2024 form bharva mate documents

મફત સિલાઈ મશીન યોજના નો લાભ લેવા માટે કુટીર અને ગ્રામ ઉદ્યોગ કચેરી ગાંધીનગર દ્વારા અમુક ડોક્યુમેન્ટ નક્કી કરેલ છે , જે તમારે ઓનલાઇન અપલોડ કરવાના રહેશે. ડોક્યુમેન્ટ ની યાદી નીચે મુજબ છે.

  • લાભાર્થીએ સિવણની તાલીમ મેળવી હોય તો તેનું પ્રમાણપત્ર
  • આધાર કાર્ડ
  • પેન કાર્ડ
  • રાશન કાર્ડ
  • આવકનો દાખલો
  • લાભાર્થીની બેંક પાસબુક

Free Silai Machine Yojana 2024 । કેવી રીતે ઓનલાઈન અરજી કરવી ?

ફ્રી સિલાઈ મશીન યોજના ફોર્મ 2024 માનવ કલ્યાણ યોજના નો લાભ લેવા માટે તમારે ઈ કુટીર પોર્ટલ ઉપર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે, સિલાઈ મશીન યોજના માટેનું રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું તેના માટે નીચે મુજબ સ્ટેપ આપેલ છે.

  • ફ્રી સિલાઈ મશીન યોજના નું ફોર્મ 2024 સૌપ્રથમ Google માં “e-Kutir Portal” ટાઈપ કરવાનું રહેશે.
  • જેમાં કમિશ્નર કુટીર અને ગ્રામોદ્યોગની અધિકૃત વેબસાઈટ e-Kutir Portal ખૂલશે.
  • ઈ કુટીર પોર્ટલ ઉપર તમારે લોગીન ડિટેલ નાખવાની રહેશે, તમે જો પહેલીવાર આ પોર્ટલ ખોલી રહ્યા છો તો તમારે “For New Individual Registration” પર ક્લિક કરીને રજીસ્ટ્રેશન કરવાનું રહેશે અને પછી લોગીન કરવાનું રહેશે.
  • લોગીન કર્યા પછી માનવ કલ્યાણ યોજનાની 27 યોજનાનું લિસ્ટ તમને જોવા મળશે. તમારે દરજી કામ સિલેક્ટ કરીને સિલાઈ મશીન યોજના માટેનું ફોર્મ ખુલશે જેમાં તમારે વ્યક્તિગત માહિતી ભરવાની રહેશે પછી SAVE  કરીને NEXT પર ક્લિક કરવાનું રહેશે.
  • હવે તમારે આધાર કાર્ડ , રેશનકાર્ડ , ધંધા અને અનુભવ અંગનો દાખલો વગેરે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે
  • ત્યાર પછી ટર્મ અને કન્ડિશન વાંચીને કન્ફર્મ એપ્લિકેશન પર ક્લિક કરવાનું રહે છે
  • છેલ્લે ઓનલાઇન અરજીનો જે એપ્લિકેશન નંબર આવે તે તમારે સાચવીને ક્યાંક નોંધી રાખવાનો રહેશે જે તમને તમારું એપ્લિકેશન સ્ટેટસ જોવા માટે કામ લાગશે.

નિષ્કર્ષ 

આ આર્ટીકલ માં અમે તમને સિલાઈ મશીન યોજનાનો લાભ કઈ રીતે લઈ શકાય અને તમે આ યોજના હેઠળ ₹15,000 નો લાભ તમારા ખાતામાં કઈ રીતે લઈ શકો તેની સંપૂર્ણ વિગત આપી છે. તમે આ આર્ટીકલ નો ઉપયોગ કરીને તમારે સિલાઈ મશીન માટેનું ફોર્મ ઓનલાઈન ઘરે બેઠા કરી શકો છો. તમને આ યોજના વિશે કોઈપણ પ્રશ્ન હોય તો અમને કમેન્ટ કરીને જણાવી શકો છો અથવા અમારી ઇમેલ પર કોન્ટેક્ટ કરી શકો છો જો તમને આર્ટીકલ સારું લાગ્યું હોય તો તમારા મિત્ર અને પરિવાર સાથે શેર જરૂર કરજો.

Leave a comment